‘ભારોભાર’ શબ્દની વિશેષતા ઓળખાવો.
- (1) દ્વિરુક્તિ
- (2) અન્યોક્તિ
- (3) અલ્પોક્તિ
- (4) સમાસ
નીચેનો ફકરો વાંચી એમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો. (પ્ર. 91 થી 99)
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ભારતના કેળવણીવિશ્વમાં એક આમૂલચૂલ પરિવર્તનનો હાથવગો દસ્તાવેજ છે. આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ ભારતકેન્દ્રી શિક્ષણ અને સંશોધનનો છે. વિવિધ સુધારા થકી સમાન, સમરસ અને ગતિશીલ સમાજનું નિર્માણ એ આ શિક્ષણનીતિમાં અંતર્નિહિત રહેલું છે. આ શિક્ષણનીતિ ભારતમાં જ વૈશ્વિક સ્તરનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે રચવામાં આવી છે. દક્ષતા, દાયિત્વ, દૂરંદેશી અને દેશીવાદ પર આ શિક્ષણનીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. બુનિયાદી સાક્ષરતાથી માંડીને ઉચ્ચસ્તરીય ઈજનેરી શિક્ષણ સુધીના પાસાં આમાં આવરી લેવામાં આવ્યા છે. ન્યૂનતમ લાયકાતથી માંડીને નૂતન અભિગમ સુધીની સૂક્ષ્મ બાબતો પણ એમાં આવરી લેવાઈ છે. ઉપર જણાવ્યા મુજબના અનેક પરિવર્તન માટેના ઉપાયો પણ શિક્ષણનીતિમાં સુચારુ ઢબે સૂચવાયા છે. એથી એના અમલીકરણ માટે સૌ કેળવણીકારોએ કમર કસવી પડશે એટલું જ નહીં, વિદ્યાર્થીઓના સહયોગ અને એમની સક્રિય સહભાગીતા વિના આ શિક્ષણનીતિ સફળ નહીં થાય કારણ કે બે હાથ વિના તાળી પડતી નથી.
નવી શિક્ષણનીતિ યોજનાસભર, તર્કબધ્ધ, સમયબધ્ધ અને કટિબધ્ધ છે. એમાં કૌશલ્ય, હસ્તકલા, ભારતીય ભાષાઓ અને પારંપારિક જ્ઞાનનો મહિમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણના તબક્કા પણ વૈજ્ઞાનિક ઢબે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ શિક્ષણ પ્રણાલીની પરંપરાને બદલીને એમાં ભારતીયતા અને વૈશ્વિકતાને ભારોભાર મૂલ્ય અને મહત્વ આપવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ નૂતન અને નવચેતનસભર ભારતનું નિર્માણ કરશે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં ગર્વભેર અગ્રસર કરશે એવી ખેવના સૌએ રાખવી રહી.
‘ભારોભાર’ શબ્દની વિશેષતા ઓળખાવો.
‘બે હાથ વિના તાળી પડતી નથી’ એટલે કઈ અભિવ્યક્તિગત વિશેષતા થશે ?
‘ઉપર જણાવ્યા મુજબના’ આ શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.
‘કમર કસવી પડશે’ વાક્યમાં ક્યો પ્રયોગ છે ?
નવી શિક્ષણનીતિમાં શેને મહત્વ અને મૂલ્ય આપવામાં આવ્યા હોવાનું અહીં જણાવાયું છે ?
નવી શિક્ષણનીતિ છાત્રસમૂહ પાસેથી કઈ અપેક્ષા રાખે છે?
‘દક્ષતા, દાયિત્વ, દૂરંદેશી અને દેશીવાદ...’ વાક્યમાં તમારી દૃષ્ટિએ કઈ વિશેષતા છે?
‘તર્કબદ્ધ’ શબ્દ ક્યો સમાસ છે ?
વૈજ્ઞાનિક પદ્ધતિ વડે નવી શિક્ષણનીતિમાં શું કરવામાં આવ્યું છે ?
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. (પ્ર. 100 થી. 105)
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલાં ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણે ખજાનો હેમખેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી
સૂરજ ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે.
‘હેમખેમ’ એટલે શું ?
વધઘટનો હિસાબ કોણ રાખે છે ?
કવિને એકલતામાં પણ શેનો અનુભવ થાય છે?
કવિ પર કેવું આકાશ છે?
કવિએ મોજને ક્યાં મૂકી છે ?
કેવા પટારામાં કવિનો ખજાનો સલામત છે ?
પ્રતિજ્ઞા (A) : વર્ગખંડના શિક્ષણઅનુભવો વિદ્યાર્થીના જીવન અને પૂર્વાપર સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે.
પ્રમેય (R) : વિદ્યાર્થીની પૂર્વસમજની બુનિયાદ પર શિક્ષણઅનુભવોની અભિકલ્પના કરાયેલી છે.
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધો.
ભાષાશિક્ષણ સંદર્ભે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
વિદ્યાર્થીઓ દુકાનમાંથી ખરીદી કરવા માટે વ્યવહારુ ભાષાનો ઉપયોગ કરી શકે છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય ગણશે ?
એક શિક્ષિકાએ વિજ્ઞાનના નિયમો વિશેના પુસ્તકના વાંચન જેવા ભાષાના કેટલાક પરિમાણો શોધી કાઢ્યા. એણે ચોક્કસ પરિમાણોમાં મુશ્કેલી અનુભવતા વિદ્યાર્થીઓને અલગ તારવ્યા અને આ પ્રકારના પુસ્તકો વાંચવા અને સમજવામાં એમને મદદ કરવા માટે વિશેષ વર્ગો લીધા. આ પ્રવૃત્તિને શું કહેવાય ?
નીચેનામાંથી કઈ વાંચનની પેટાકૌશલ્ય બાબત નથી ?
પ્રતિજ્ઞા (A) : પોર્ટફોલિઓ એટલે વિદ્યાર્થીના કામના ઉપયોગી અંશોનુ સંકલન.
કારણ (R) : પોર્ટફોલિઓ બાળકને એની ક્ષમતાઓ અને ઉણપોના મૂલ્યાંકન માટે પ્રેરણા આપે છે.
વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિદ્યાર્થીઓના શબ્દભંડોળના વિકાસ માટે શિક્ષિકા અધિકૃત ભાષાસામગ્રીનો ઉપયોગ કરે છે જેનાથી વિદ્યાર્થીઓને સરળતા રહે છે. આ સામગ્રીને શું કહેવાય ?
એક ભાષાશિક્ષિકા વિદ્યાર્થીઓને એમની શીખવાની શૈલી અને પસંદગી જાણવા માટે એક પ્રશ્નાવલિ આપે છે. શિક્ષિકા કઈ ભૂમિકામાં છે?
એક શિક્ષિકાએ પહેલા ધોરણના વિદ્યાર્થીઓને ભીંત પર એમની ઈચ્છા પડે એવા ચિતરામણ અને ચિત્રો દોરવાની તથા લખવાની છૂટ આપી. તેણી કઈ બાબતને પ્રોત્સાહન આપે છે ?
ચિત્રોની બાબતમાં નીચેનામાંથી ક્યુ ખોટું છે?
પુસ્તકમાંના ચિત્રો અને રેખાંકનો...
નાની વયના બાળકો સંદર્ભે નીચેનામાંથી ક્યુ સાચું છે ?
શિક્ષક તરીકે તમે વર્ગમાં વિદ્યાર્થીઓ વચ્ચે આદાનપ્રદાનની તક ઉપલબ્ધ કરાવવા માટે શું કરશો ?
(a) એમને વધુ પ્રશ્નો પૂછવા માટે પ્રોત્સાહિત કરશો
(b) જોડીકાર્ય અને જૂથકાર્ય યોજીને વિદ્યાર્થીઓનો અભિપ્રાય મેળવશો
(c) વ્યક્તિગત ધ્યાન આપી શકાય એ માટે એમને પાઠનું સસ્વર વાંચન કરવાનું કહેશો
(d) પરસ્પર સંવાદો વાંચીને વાતચીત અને પ્રશ્નોત્તરી કરાવશો
ભાષાવિકાસ માટેની કોગ્નિટિવ થિયરી શેનું સમર્થન કરે છે ?
પ્રતિજ્ઞા (A): ભાષા હંમેશા સાંસ્કૃતિક જાગૃતિ અને અભિવ્યક્તિનો સમીક્ષાપરક અભિગમ ઘડે છે; જે બાળકોની એક મહત્વપૂર્ણ વિકાસક્ષમતા છે.
પ્રમેય (R) : સાંસ્કૃત્તિક જાગૃતિ અને અભિવ્યક્તિની સક્ષમતા બાળકોને ઓળખની જાગૃતિ, નિકટતા અને બીજી સંસ્કૃતિઓ તેમજ ઓળખને સ્વીકારવાની સંવેદના આપે છે.
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
પાઠ્યપુસ્તકમાં વાર્તા, કવિતા, નાટક ઈત્યાદિ સ્વરૂપો હોય છે. આપણે આવી સામગ્રી પસંદ કરવી જોઈએ કેમ કે તે...
નીચેનો ફકરો વાંચી એમાંના પ્રશ્નોના જવાબ આપો (પ્ર.121 થી 128)
વિદેશની ધરતી પરથી ભારતની સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણવર્માના પિતા ‘ભૂલા ભણસાલી’ તરીકે ઓળખાતા. તેઓ માંડવીથી વિદેશ જતી કાપડની ગાંસડીઓ બાંધવાનું કામ કરતા, પછીથી એ ઉદ્યોગ પડી ભાંગતાં તેમણે મુંબઈમાં મજૂર મુકાદમ તરીકે કામ કર્યું. શ્યામજીનાં માતા શ્યામજી દસ વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યાં અને પિતા મુંબઈમાં હોઈ તેમનું બાળપણ મોસાળમાં તેમનાં નાની પાસે વીત્યું. તેમણે ભૂજમાં પ્રાથમિક શિક્ષણ અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભૂજમાં મ્યુનિસિપલ દીવાના અજવાળે એમનો અભ્યાસ ચાલતો. એક દિવસ, મૂળ માંડવીના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા મથુરદાસ લવજી ભાટિયાની નજર આ બુદ્ધિમાન કિશોર પર પડી. તેમણે શ્યામજીને મુંબઈમાં અભ્યાસની સગવડ કરી આપી અને એ રીતે શ્યામજીએ મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. વિલ્સન હાઈસ્કૂલ ઉપરાંત શ્યામજીએ અહીં શાસ્ત્રી વિશ્વનાથની પાઠશાળામાં સંસ્કૃતનું અધ્યયન પણ કર્યું. ગોકુળદાસ પારેખ શિષ્યવૃત્તિ મેળવીને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
આ વર્ષોમાં શ્યામજીના જીવનને વળાંક આપતી બે ઘટનાઓ બની. દરેક વર્ષે અભ્યાસમાં પ્રથમ વર્ગ મેળવીને શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનાર શ્યામજીનો વર્ષ 1874માં સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મેળાપ થયો. એક વર્ષ પછી વર્ષ 1875માં તેમણે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીએ શ્યામજીને ભગવાં ન પહેરાવ્યાં પરંતુ સંસ્કૃત અને સંસ્કૃતિના જ્ઞાનપ્રચાર માટે વિદેશ જવાની પ્રેરણા આપી. એ જ વર્ષે, વર્ષ 1875માં મુંબઈના ધનિક વેપારી શેઠ છબીલદાસ લલ્લુભાઈનાં તેર વર્ષનાં પુત્રી સાથે શ્યામજીનાં લગ્ન થયાં. વર્ષ 1876માં તેમની ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા મેટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરવાની હતી પણ આંખો બગડતાં પરીક્ષામાં બેસી ન શક્યા. આ બનાવથી હતાશ થયા વિના રાતદિવસ અભ્યાસ ચાલુ રાખ્યો. આ જ દિવસોમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મોનિયર વિલિયમ્સ મુંબઈ આવેલા. શ્યામજીએ રાતોરાત કરેલાં સંસ્કૃતનાં બે ભાષાંતરો જોઈને અને ખૂબ પ્રભાવિત થયા અને તેમને વિદેશ આવવા આમંત્રણ આપ્યું. 1930ની શરૂઆતમાં શ્યામજીની તબિયત બગડવાનું શરૂ થયું. તેમનું એક ઑપરેશન કરવામાં આવ્યું જે બાદ ટૂંકા ગાળાની રાહત મળી. થોડા સમય બાદ જ તેમને ક્લિનિક લા કોલિન ખાતે દાખલ કરાયા. પરંતુ તેમને બચાવી ન શકાયા. 30 માર્ચ, 1930 ના રોજ તેમણે આખરી શ્વાસ લીધો. આમ, ભારતીય સ્વતંત્રતાના પાયામાં જેમના પ્રયત્નો રહેલા છે તેવો શ્યામજી કૃષ્ણ વર્મા નામનો ‘ધ્રુવ’ તારો આથમી ગયો.
‘થોડા સમય બાદ જ તેમને’ વાક્યમાં રહેલા વિશેષ તત્વને ઓળખો.
‘મુંબઈમાં મજૂર મુકાદમ’ વાક્યમાં રહેલ અલંકાર શોધો.
‘ધનિક’ શબ્દનો વિરોધાર્થી શોધો.
શ્યામજીને પરદેશપ્રવાસની પ્રેરણા આપનાર કોણ હતા ?
‘પરીક્ષા’ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો.
‘રાતદિવસ’ શબ્દનો સમાસ ઓળખાવો.
‘રાતોરાત’ શબ્દ કેવો પ્રયોગ છે ?
શ્યામજીએ શૈશવ ક્યાં વ્યતીત કર્યું ?
નીચેનો ફકરો વાંચીને એમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો (પ્ર.129 થી 135)
મોબાઈલ ફોન આજકાલ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ સદસ્ય બની ગયો છે. તેનો ઉપયોગ સંચાર માટે થાય છે અને તેનાથી ઘણા ફાયદા થાય છે. જો કે, તે નુકસાન પણ કરી શકે છે. મોબાઈલની મીઠી મનાતી માયાજાળમાં એક વાર ફસાઈ ગયા પછી બહાર નિકળવું બહુ જ ખતરનાક થઈ શકે છે.
મોબાઈલથી ઘણાબધા ફાયદા થાય છે. આજે આપણે મોબાઈલ ફોન દ્વારા કોઈપણ વ્યક્તિ સાથે સરળતાથી વાતચીત કરી શકીએ છીએ. તે વ્યક્તિગત અને વ્યવસાયિક સંદેશાવ્યવહાર માટે પણ આરામદાયક છે. મોબાઈલ ફોન દ્વારા તમે વિવિધ વિષયો સાથે સંબંધિત માહિતી મેળવી શકો છો. ઈન્ટરનેટ દ્વારા માહિતીની ઉપલબ્ધતાને કારણે, તમે કોઈપણ વિષય વિશે શીખી શકો છો. વ્યાપાર માટેઃ આજે દુનિયા વ્યાપારની દષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહી છે. મોબાઈલ ફોન વ્યવસાય માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તમે તમારા ગ્રાહકો સાથે સંપર્કમાં રહી શકો છો અને તમારા વ્યવસાયને પ્રોત્સાહન આપી શકો છો. મોબાઈલ ફોન તમને સમય બચાવવામાં મદદ કરે છે. કોઈ પણ કામ કરતી વખતે તમે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકો છો. આનાથી તમે સમય બચાવી શકો છો અને તમારું કામ પૂર્ણ કરી શકો છો. લાંબા સમય સુધી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી તમારી આંખોમાં સમસ્યા થઈ શકે છે. આ સિવાય વારંવાર મોબાઈલ ફોન જોવાથી માઈગ્રેન જેવી સમસ્યા થઈ શકે છે. વધુ પડતું મોબાઈલનું વ્યસન સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. મોબાઈલ ફોન તમારો સમય બગાડી શકે છે. ખબર નથી કે તમે તેના પ્રણયમાં કેટલો સમય ગુમાવો છો, જેના કારણે તમારું કામ અધૂરું રહી જાય છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાના કેટલાક સામાજિક ગેરફાયદા હોઈ શકે છે. સેલ ફોનના ઉપયોગથી તમારા સંબંધો તૂટી શકે છે અને તમે એકાંતવાસ અનુભવી શકો છો. મોબાઈલ ફોન તમારા માટે ખર્ચનું કારણ બની શકે છે કેમ કે એ જંગમ મિલકત છે. મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી વખતે ગોપનીયતાનું જોખમ હોઈ શકે છે. મોટાભાગની એપ્સ ઈન્ટરનેટ પર તમારો ડેટા અને વ્યક્તિગત માહિતી સ્ટોર કરે છે જે હેકર્સ માટે સરળ બનાવી શકે છે. તેથી, તમારે તમારી ગોપનીયતાની કાળજી લેવાની જરૂર છે. મોબાઈલ ફોનના ઘણા ફાયદા છે. પરંતુ તે કેટલાક ગેરફાયદા સાથે પણ આવે છે. મોબાઈલ ફોનનો યોગ્ય ઉપયોગ જરૂરી છે.
‘બહુ જ ખતરનાક’ વાક્યમાં કઈ વિશેષતા છે ?
‘નિત્ય’ શબ્દનો સમાનાર્થી શોધો .
‘જંગમ’ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો.
મોબાઈલનો કેવો ઉપયોગ કરવો જોઈએ ?
‘એકાંતવાસ’ શબ્દ ક્યો સમાસ છે ?
‘મોબાઈલની મીઠી મનાતી માયાજાળ’ માં કઈ વિશેષતા છે ?
મોબાઈલ ફોનના ઉપયોગ વખતે શેની ખેવના અનિવાર્યતઃ લેવી જોઈએ ?
શિક્ષકે પાઠએકમના મુદ્દા વિશે ઉપયોગી હોય એવો એક વિડિયો શોધીને એના પર જોડીકાર્યનું આયોજન કર્યું. આનાથી વિદ્યાર્થીઓને્ કઈ બાબતમાં પ્રોત્સાહન કે ઉત્તેજન મળશે ?
એક વાર્તાસંગ્રહ અને અન્ય ગદ્યકૃતિઓ ભાષાશિક્ષણ માટે સૂચવવામાં આવી જેનો પૂરક વાચન તરીકે ઉપયોગ કરવાનો છે. પૂરક વાચનનો મુખ્ય હેતુ શો છે?
નિવેદન (A) : ઉપચારાત્મક શિક્ષણ એ શીખવા-શીખવવાની પ્રક્રિયાનો આંતરિક હિસ્સો છે.
કારણ (R) : ઉપચારાત્મક શિક્ષણ એટલે પુનઃશિક્ષણ જેમાં વિદ્યાર્થીઓ સરખી રીતે ન ભણ્યા હોય એવા ભાષાઘટકો અલગ પદ્ધતિથી ભણાવવામાં આવે.
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પસંદ કરો.
બાળક એક વાર્તા પોતાના શબ્દોમાં ફરી કહે તો તેથી શેનું મૂલ્યાંકન કરી શકાય ?
ભાષાશિક્ષણ સંદર્ભે નીચેનામાંથી ક્યુ અનુમાન ખોટું છે?
નીચેનામાંથી કઈ બાબત ભાષાશિક્ષકની પ્રાથમિક જવાબદારી ગણાય ?
બુનિયાદી તબક્કો હોય ત્યારે બાળકો અનુકૂળતાથી અને ઉત્તમ ઢબે ત્યારે શીખે જ્યારે...
બાળકોને વાર્તા કહેવા સંદર્ભે નીચેનામાંથી ક્યુ ખોટું છે ?
“વાર્તા સાંભળવાથી બાળકોને __________ માં મદદ મળે છે.”
એક ભાષાકાર્ય (ટાસ્ક) માટે શિક્ષિકા વિવિધ પ્રકારની ક્ષમતાવાળા વિદ્યાર્થીઓનું મિશ્ર જૂથ રચે છે. એનો હેતુ શો છે ?
બાળકોને શેનાથી પરિચિત કરાવવા જોઈએ ?
પ્રતિજ્ઞા (A): ચિત્રકામને પ્રાથમિક સાક્ષરતાનો આરંભ માનવામાં આવે છે.
પ્રમેય (R): ચિત્રો પ્રતીકાત્મક અને અર્થસભર હોય છે.
વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
મિનિમલ પેર ડ્રીલ કઈ બાબતને સુધારવા માટેની યોગ્ય પદ્ધતિ છે ?
ભાષાસંપ્રાપ્તિ માટેની બિહેવિયરિસ્ટ થિયરી અંગે નીચેનામાંથી ક્યુ અસંગત છે?
પાંચમાં ધોરણની એક શિક્ષિકા વિદ્યાર્થીઓને વાર્તા લખવા આપે છે અને વર્ગમાં ફરતા રહીને ભૂલો કરતા વિદ્યાર્થીઓને અને નવા શબ્દો પૂછનારને મદદ કરે છે. અહીં શિક્ષિકા કઈ ભૂમિકામાં છે ?
નિવેદન (A) : વાંચન એટલે ફક્ત શબ્દનો ઉચ્ચાર નહીં પણ એનાથી વધુ કશુંક
કારણ (R) : વાંચન એટલે અર્થઘટન
નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.