By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Gujarati, Question 103

Topic: Poem comprehension

Passage

નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. (પ્ર. 100 થી. 105)
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલાં ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણે ખજાનો હેમખેમ છે.

  • આપણે તો કહીએ કે...

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી
સૂરજ ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે.

  • આપણે તો કહીએ કે...
Q103

કવિ પર કેવું આકાશ છે?

  1. (1) નવું
  2. (2) કોરું
  3. (3) વાદળવાળું
  4. (4) અકબંધCorrect answer

Solution.

CBSE answer: (4)

જવાબ: (4) અકબંધ

  1. પંક્તિ: ‘સૂરજ ઊગે ને આથમીયે જાય / મારી ઉપર આકાશ એમનેમ છે.’
  2. ‘એમનેમ’ એટલે જેવું હતું તેવું જ, કશું બદલાયા વગર.
  3. દિવસો બદલાય છતાં કવિ પરનું આકાશ જેમનું તેમ, એટલે અકબંધ છે.
  4. નવું, કોરું કે વાદળવાળું એવું વર્ણન કાવ્યમાં નથી.