Q102
કવિને એકલતામાં પણ શેનો અનુભવ થાય છે?
- (1) સુખ
- (2) આનંદ
- (3) સમૂહ
- (4) દુઃખ
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. (પ્ર. 100 થી. 105)
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલાં ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણે ખજાનો હેમખેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી
સૂરજ ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે.
કવિને એકલતામાં પણ શેનો અનુભવ થાય છે?
CBSE answer: (3)
જવાબ: (3) સમૂહ
સાવધાન: (2) આનંદ પણ મનમાં આવે, કારણ કે મેળો ખુશીનો પ્રસંગ છે; પણ પંક્તિ સીધી એકલતાની સામે મેળાની ભીડ મૂકે છે.