Q100
‘હેમખેમ’ એટલે શું ?
- (1) સોનુ અને રૂપુ
- (2) સલામત
- (3) રહેમ
- (4) સોનુ
નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. (પ્ર. 100 થી. 105)
ઓચિંતુ કોઈ મને રસ્તે મળે
ને કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલાં ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણે ખજાનો હેમખેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી
વધ-ઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી
સૂરજ ઊગે ને આથમીયે જાય
મારી ઉપર આકાશ એમનેમ છે.
‘હેમખેમ’ એટલે શું ?
CBSE answer: (2)
જવાબ: (2) સલામત
સાવધાન: ‘હેમ’ એટલે સોનું, તેથી (4) સોનુ કે (1) સોનુ અને રૂપુ લાગે; પણ ‘હેમખેમ’ જોડિયો શબ્દ છે અને તેનો અર્થ સલામત જ થાય.