By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Gujarati, Question 124

Topic: Reading comprehension

Passage

નીચેનો ફકરો વાંચી એમાંના પ્રશ્નોના જવાબ આપો (પ્ર.121 થી 128)
વિદેશની ધરતી પરથી ભારતની સ્વતંત્રતા જંગમાં બહુમૂલ્ય યોગદાન આપનાર શ્યામજી કૃષ્ણવર્માના પિતા ‘ભૂલા ભણસાલી’ તરીકે ઓળખાતા. તેઓ માંડવીથી વિદેશ જતી કાપડની ગાંસડીઓ બાંધવાનું કામ કરતા, પછીથી એ ઉદ્યોગ પડી ભાંગતાં તેમણે મુંબઈમાં મજૂર મુકાદમ તરીકે કામ કર્યું. શ્યામજીનાં માતા શ્યામજી દસ વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યાં અને પિતા મુંબઈમાં હોઈ તેમનું બાળપણ મોસાળમાં તેમનાં નાની પાસે વીત્યું. તેમણે ભૂજમાં પ્રાથમિક શિક્ષણ અને હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો. ભૂજમાં મ્યુનિસિપલ દીવાના અજવાળે એમનો અભ્યાસ ચાલતો. એક દિવસ, મૂળ માંડવીના પરંતુ મુંબઈ સ્થાયી થયેલા મથુરદાસ લવજી ભાટિયાની નજર આ બુદ્ધિમાન કિશોર પર પડી. તેમણે શ્યામજીને મુંબઈમાં અભ્યાસની સગવડ કરી આપી અને એ રીતે શ્યામજીએ મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો. વિલ્સન હાઈસ્કૂલ ઉપરાંત શ્યામજીએ અહીં શાસ્ત્રી વિશ્વનાથની પાઠશાળામાં સંસ્કૃતનું અધ્યયન પણ કર્યું. ગોકુળદાસ પારેખ શિષ્યવૃત્તિ મેળવીને એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો.
આ વર્ષોમાં શ્યામજીના જીવનને વળાંક આપતી બે ઘટનાઓ બની. દરેક વર્ષે અભ્યાસમાં પ્રથમ વર્ગ મેળવીને શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરનાર શ્યામજીનો વર્ષ 1874માં સ્વામી દયાનંદ સરસ્વતી સાથે મેળાપ થયો. એક વર્ષ પછી વર્ષ 1875માં તેમણે મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતીએ શ્યામજીને ભગવાં ન પહેરાવ્યાં પરંતુ સંસ્કૃત અને સંસ્કૃતિના જ્ઞાનપ્રચાર માટે વિદેશ જવાની પ્રેરણા આપી. એ જ વર્ષે, વર્ષ 1875માં મુંબઈના ધનિક વેપારી શેઠ છબીલદાસ લલ્લુભાઈનાં તેર વર્ષનાં પુત્રી સાથે શ્યામજીનાં લગ્ન થયાં. વર્ષ 1876માં તેમની ઈચ્છા અને મહત્ત્વાકાંક્ષા મેટ્રિક્યુલેશનની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરવાની હતી પણ આંખો બગડતાં પરીક્ષામાં બેસી ન શક્યા. આ બનાવથી હતાશ થયા વિના રાતદિવસ અભ્યાસ ચાલુ રાખ્યો. આ જ દિવસોમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર મોનિયર વિલિયમ્સ મુંબઈ આવેલા. શ્યામજીએ રાતોરાત કરેલાં સંસ્કૃતનાં બે ભાષાંતરો જોઈને અને ખૂબ પ્રભાવિત થયા અને તેમને વિદેશ આવવા આમંત્રણ આપ્યું. 1930ની શરૂઆતમાં શ્યામજીની તબિયત બગડવાનું શરૂ થયું. તેમનું એક ઑપરેશન કરવામાં આવ્યું જે બાદ ટૂંકા ગાળાની રાહત મળી. થોડા સમય બાદ જ તેમને ક્લિનિક લા કોલિન ખાતે દાખલ કરાયા. પરંતુ તેમને બચાવી ન શકાયા. 30 માર્ચ, 1930 ના રોજ તેમણે આખરી શ્વાસ લીધો. આમ, ભારતીય સ્વતંત્રતાના પાયામાં જેમના પ્રયત્નો રહેલા છે તેવો શ્યામજી કૃષ્ણ વર્મા નામનો ‘ધ્રુવ’ તારો આથમી ગયો.

Q124

શ્યામજીને પરદેશપ્રવાસની પ્રેરણા આપનાર કોણ હતા ?

  1. (1) શેઠ છબીલદાસ
  2. (2) મથુરદાસ ભાટિયા
  3. (3) સ્વામી દયાનંદ
  4. (4) મોનિયર વિલિયમ્સCorrect answer

Solution.

CBSE answer: (4)

જવાબ: (4) મોનિયર વિલિયમ્સ

  1. ફકરા મુજબ ઑક્સફર્ડના પ્રોફેસર મોનિયર વિલિયમ્સ શ્યામજીએ રાતોરાત કરેલાં સંસ્કૃતનાં ભાષાંતરો જોઈને પ્રભાવિત થયા.
  2. તેમણે શ્યામજીને વિદેશ આવવાનું આમંત્રણ આપ્યું, અને આ આમંત્રણથી જ શ્યામજીનો પરદેશપ્રવાસ શક્ય બન્યો.
  3. આ રીતે જોતાં પરદેશ જવા માટેનો સીધો પ્રેરક બનાવ મોનિયર વિલિયમ્સ તરફથી આવ્યો.
Our note

નોંધ: ફકરામાં ‘પ્રેરણા’ શબ્દ સ્વામી દયાનંદ સરસ્વતી માટે જ વપરાયો છે, તેથી ફકરાના શબ્દો પ્રમાણે (3) વધુ યોગ્ય લાગે છે.