નવી શિક્ષણનીતિ છાત્રસમૂહ પાસેથી કઈ અપેક્ષા રાખે છે?
- (1) ઉચ્ચ ગુણાંકની
- (2) સક્રિય સહભાગીતા
- (3) કૌશલ્યદક્ષતા
- (4) પરીક્ષાની
નીચેનો ફકરો વાંચી એમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો. (પ્ર. 91 થી 99)
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ભારતના કેળવણીવિશ્વમાં એક આમૂલચૂલ પરિવર્તનનો હાથવગો દસ્તાવેજ છે. આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ ભારતકેન્દ્રી શિક્ષણ અને સંશોધનનો છે. વિવિધ સુધારા થકી સમાન, સમરસ અને ગતિશીલ સમાજનું નિર્માણ એ આ શિક્ષણનીતિમાં અંતર્નિહિત રહેલું છે. આ શિક્ષણનીતિ ભારતમાં જ વૈશ્વિક સ્તરનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે રચવામાં આવી છે. દક્ષતા, દાયિત્વ, દૂરંદેશી અને દેશીવાદ પર આ શિક્ષણનીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. બુનિયાદી સાક્ષરતાથી માંડીને ઉચ્ચસ્તરીય ઈજનેરી શિક્ષણ સુધીના પાસાં આમાં આવરી લેવામાં આવ્યા છે. ન્યૂનતમ લાયકાતથી માંડીને નૂતન અભિગમ સુધીની સૂક્ષ્મ બાબતો પણ એમાં આવરી લેવાઈ છે. ઉપર જણાવ્યા મુજબના અનેક પરિવર્તન માટેના ઉપાયો પણ શિક્ષણનીતિમાં સુચારુ ઢબે સૂચવાયા છે. એથી એના અમલીકરણ માટે સૌ કેળવણીકારોએ કમર કસવી પડશે એટલું જ નહીં, વિદ્યાર્થીઓના સહયોગ અને એમની સક્રિય સહભાગીતા વિના આ શિક્ષણનીતિ સફળ નહીં થાય કારણ કે બે હાથ વિના તાળી પડતી નથી.
નવી શિક્ષણનીતિ યોજનાસભર, તર્કબધ્ધ, સમયબધ્ધ અને કટિબધ્ધ છે. એમાં કૌશલ્ય, હસ્તકલા, ભારતીય ભાષાઓ અને પારંપારિક જ્ઞાનનો મહિમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણના તબક્કા પણ વૈજ્ઞાનિક ઢબે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ શિક્ષણ પ્રણાલીની પરંપરાને બદલીને એમાં ભારતીયતા અને વૈશ્વિકતાને ભારોભાર મૂલ્ય અને મહત્વ આપવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ નૂતન અને નવચેતનસભર ભારતનું નિર્માણ કરશે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં ગર્વભેર અગ્રસર કરશે એવી ખેવના સૌએ રાખવી રહી.
નવી શિક્ષણનીતિ છાત્રસમૂહ પાસેથી કઈ અપેક્ષા રાખે છે?
CBSE answer: (2)
જવાબ: (2) સક્રિય સહભાગીતા
સાવધાન: (3) કૌશલ્યદક્ષતા નીતિમાં મહિમાવાળી બાબત છે, પણ તે વિદ્યાર્થીઓ પાસેની અપેક્ષા તરીકે કહેવાઈ નથી.