By signing in you confirm you are 18 or older, or have your parent’s or guardian’s consent.

CTET 8 Feb 2026 Paper 1 Gujarati, Question 94

Topic: Vocabulary

Passage

નીચેનો ફકરો વાંચી એમાંથી પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપો. (પ્ર. 91 થી 99)
નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ ભારતના કેળવણીવિશ્વમાં એક આમૂલચૂલ પરિવર્તનનો હાથવગો દસ્તાવેજ છે. આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ ભારતકેન્દ્રી શિક્ષણ અને સંશોધનનો છે. વિવિધ સુધારા થકી સમાન, સમરસ અને ગતિશીલ સમાજનું નિર્માણ એ આ શિક્ષણનીતિમાં અંતર્નિહિત રહેલું છે. આ શિક્ષણનીતિ ભારતમાં જ વૈશ્વિક સ્તરનું શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે રચવામાં આવી છે. દક્ષતા, દાયિત્વ, દૂરંદેશી અને દેશીવાદ પર આ શિક્ષણનીતિમાં ભાર મૂકવામાં આવ્યો છે. બુનિયાદી સાક્ષરતાથી માંડીને ઉચ્ચસ્તરીય ઈજનેરી શિક્ષણ સુધીના પાસાં આમાં આવરી લેવામાં આવ્યા છે. ન્યૂનતમ લાયકાતથી માંડીને નૂતન અભિગમ સુધીની સૂક્ષ્મ બાબતો પણ એમાં આવરી લેવાઈ છે. ઉપર જણાવ્યા મુજબના અનેક પરિવર્તન માટેના ઉપાયો પણ શિક્ષણનીતિમાં સુચારુ ઢબે સૂચવાયા છે. એથી એના અમલીકરણ માટે સૌ કેળવણીકારોએ કમર કસવી પડશે એટલું જ નહીં, વિદ્યાર્થીઓના સહયોગ અને એમની સક્રિય સહભાગીતા વિના આ શિક્ષણનીતિ સફળ નહીં થાય કારણ કે બે હાથ વિના તાળી પડતી નથી.
નવી શિક્ષણનીતિ યોજનાસભર, તર્કબધ્ધ, સમયબધ્ધ અને કટિબધ્ધ છે. એમાં કૌશલ્ય, હસ્તકલા, ભારતીય ભાષાઓ અને પારંપારિક જ્ઞાનનો મહિમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષણના તબક્કા પણ વૈજ્ઞાનિક ઢબે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. બ્રિટિશ શિક્ષણ પ્રણાલીની પરંપરાને બદલીને એમાં ભારતીયતા અને વૈશ્વિકતાને ભારોભાર મૂલ્ય અને મહત્વ આપવામાં આવ્યા છે. નવી શિક્ષણનીતિ નૂતન અને નવચેતનસભર ભારતનું નિર્માણ કરશે અને ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં ગર્વભેર અગ્રસર કરશે એવી ખેવના સૌએ રાખવી રહી.

Q94

‘કમર કસવી પડશે’ વાક્યમાં ક્યો પ્રયોગ છે ?

  1. (1) રૂઢિપ્રયોગCorrect answer
  2. (2) ભાવેપ્રયોગ
  3. (3) તર્કશુદ્ધિ
  4. (4) નિપાતપ્રયોગ

Solution.

CBSE answer: (1)

જવાબ: (1) રૂઢિપ્રયોગ

  1. ‘કમર કસવી’ નો શબ્દશઃ અર્થ કમર બાંધવી થાય, પણ વપરાશમાં તેનો અર્થ ‘પૂરી તૈયારીથી મહેનત કરવા તૈયાર થવું’ છે.
  2. શબ્દાર્થથી જુદો, લોકવપરાશથી બંધાયેલો અર્થ આપતો શબ્દસમૂહ રૂઢિપ્રયોગ કહેવાય.
  3. ફકરામાં કેળવણીકારોએ અમલ માટે સખત પ્રયત્ન કરવો પડશે એ અર્થમાં તે વપરાયો છે.

સાવધાન: (2) ભાવેપ્રયોગ વાક્યરચનાનો પ્રકાર છે, અર્થની વિશેષતા નથી.